Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Limbdi/ લીંબડી ખાતે સસ્તા ભાવે ડોલર આપવાની લાલચથી છેતરપિંડી કરનારા ત્રણ ઝડપાયા
  • Limbdi
  • Surendranagar

Limbdi/ લીંબડી ખાતે સસ્તા ભાવે ડોલર આપવાની લાલચથી છેતરપિંડી કરનારા ત્રણ ઝડપાયા

Sunny Vaghela 07-November-2025 1 minute read
Image - 01_20251107_214441_0000

• એક વઢવાણ અને બે બોટાદના શખ્સોને LCB ટીમે લીંબડીથી ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તાભાવે ડોલર વેચવાની લાલચે છેલા ત્રણ મહિનામાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હતા. ત્રણ મહિનામાં ત્રણ જેટલા ગુના નોંધાયા છે જેમાં બે લીંબડી અને એક ચોટીલા પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો.

પરંતુ આ ડોલર છેતરપિંડીના ગુનામાં ત્રણેય ગુનાની મોડસ ઓપરેન્ડી એક સરખી હતી. એક બાદ એક ડોલર છેતરપિંડીના ગુણ નોંધાવાની લીધે જિલ્લા પોલીસ વડા દ્વારા ગુનો ડિટેક્શન કરવા જિલ્લા મુખ્ય બ્રાન્ચોને કામે લગાડી હતી.

સતત પ્રયત્ન બાદ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને લીંબડી ખાતે થયેલ છેતરપિંડીના ગુન્હાનું ડિટેક્શન કરવામાં સફળતા મળી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી ટીમના જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે લીંબડી ખાતે આગાઉ ડોલર સસ્તા ભાવે આપવાની લાલચ આપી છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલ ત્રણ શખ્સો લીંબડી ખાતે હોવાની સચોટ બાતમીને આધારે દરોડો કરી

હરેશભાઈ ઉર્ફે કાળુ સુરેશભાઈ શેખલિયા, સુરેશભાઈ બબાભાઈ શેખલિયાબંન્ને રહે: સમઢિયાળા (બોટાદ) તથા રાજુભાઈ રવજીભાઈ સાથલિયા રહે: વઢવાણ વાળાને ઝડપી લઇ તેઓની પાસેથી રોકડ 2.72 લાખ રૂપિયા જપ્ત કરી પ્રાથમિક પૂછપરછમાં રાજુભાઈ રવજીભાઈ સાથલિયા દ્વારા દોઢેક મહિના પૂર્વે પણ બળવાળા ખાતે નડિયાદના યુવાન સાથે 1.60 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરેલ હતી

આ સાથે ત્રણેય શખ્સો અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું અને તેઓના વિરુધ ચોટીલા તથા લીંબડી પોલીસ મથકે ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું હાલ ત્રણેય શખ્સોને જિલ્લા એલ.સી.બી ટીમે ઝડપી પાડી ડોલર છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલી લીંબડી પોલીસ મથકે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

• ડોલર છેતરપિંડીનો મોડસ ઓપરેન્ડી

    ” ડોલર છેતરપિંડી કરનાર ત્રણેય શખ્સો પોતાના મિત્રો સાથે મળી સસ્તા ભાવે ડોલર વેચાણ કરવાની લાલચ આપી એક સેમ્પલનું ડોલર આપી ભોગ બનનારનો વિશ્વાસ કેળવી બાદમાં સો ડોલર વેચાણ કરવા માટે રોકડ રૂપિયા લઈ અગાઉથી નિર્ધારિત કરેલા સ્થળ પર બોલાવી ડોલરન બંડલની ઉપર અને નીચે એક – એક નોટ ડોલરની મૂકી વચ્ચે તમામ ડોલર ખોટી નોટો રાખી છેતરપિંડી આચરતા હતા.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Limbdi (લીંબડી) Surendranagar LCB (સુરેન્દ્રનગર એલસીબી)

Post navigation

Previous: MULI/મૂળી પંથકમાં ઇનામી ડ્રો ટિકિટના લાલચે અનેક છેતરપિંડીનો ભોગ બન્યા
Next: Muli/મુળી પંથકના ખેડૂતોએ પાક નુકસાનીનું વળતર સ્વીકારવાની મનાઈ

આ પણ વાંચો

IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260103_190150_0000
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ

Sunny Vaghela 03-January-2026 0
3185 gogo cones used for intoxicants caught in Surendranagar
1 minute read
  • Surendranagar

Surendranagarમાં નશા માટે વપરાતા 3185 ‘ગોગો કોન’ ઝડપાયા

thepeoplesexpress.admin 19-December-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.