• કોર્ટ ગ્રાઉન્ડમાં જ મહિલા વકીલ સાથે માથાકુટ કરતા ગુનો નોંધાયો
ધ્રાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 8ના વિવાદિત મહિલા સુધરાઈ સભ્ય વિરુધ મહિલા વકીલ સાથે કોર્ટ ગ્રાઉન્ડમાં જ માથાકુટ કરવાનો ગુનો નોંધાયો છે. જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 8ના મહિલા સદસ્ય વૈશાલીબેન મકવાણા આગાઉ પણ અનેક વિવાદોમાં આવ્યા હતા ત્યારે વધુ એક વિવાદમાં મહિલા સુધરાઈ સભ્ય વૈશાલીબેન મકવાણા વિરુધ ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા કોર્ટમાં વકીલાત કરતા રાધાબેન લકુમ કોર્ટમાં હોય તેવા સમયે સુધરાઈ સભ્ય વૈશાલીબેન મકવાણા દ્વારા મહિલા વકીલ પાસે જઈ “મારી બહેનની કોર્ટ મેટરમાં કેમ રસ લે છે ?” તેમ કહી મહિલા વકીલ સાથે માથાકજત કરી અપશબ્દો બોલી વકીલને ધક્કો માર્યો હતો આ તરફ મહિલા વકીલ દ્વારા સુધરાઈ સભ્ય વૈશાલીબેન મકવાણા વિરુધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવતા સ્થાનિક પોલિસે તપાસ હાથ ધરી છે.

