• ધંધામાં ભાગ રાખવા અથવા રૂપિયા આપવા ધમકી આપ્યાનો ગુનો નોંધાયો
ધ્રાંગધ્રા શહેરમાં શાકભાજીના હોલસેલ વેપારીને બે શખ્સો દ્વારા ધમકી આપી હોવાનો ગુનો નોંધાયો છે. જેમાં બંન્ને શખ્સો દ્વારા શાકભાજીના વેપારીને ધંધામાં ભાગ રાખવા અથવા 21 લાખ રૂપિયા આપવા માંગણી કરી હતી. જેને લઇ વેપારી દ્વારા બંન્ને શખ્સો વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મેતુભાઈ મોરી શાકભાજીનો હોલસેલ વેપાર કરતા હોય જેને લઇ આગાઉ મયુરભુવન ખાતે રહેતા રાજદીપસિંહ દ્વારા વેપારીને વારંવાર શાકભાજીના ધંધામાં ભાગ રાખવા માટે માણસોને બોલાવવા માટે મોકલી 21 લાખ રૂપિયાની માંગણી કરેલ હતી જેથી વેપારીએ રૂપિયા આપવાનું મનાઈ કરતા વેપારી પર બંદૂકથી ફાયરિંગ કરવાની ધમકી આપતા ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે રાજદીપસિંહ તથા વિષ્ણુભાઈ વિરુધ ગુનો નોંધાવતા આગળની તપાસ હતી ધરી છે.

