• ડેમમાંથી મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક માટે રાજકોટ મોકલાયો
થાનગઢ તાલુકાના તરણેતર ડેમમાં યુવકનો મૃતદેહ નજરે પડ્યો હતો જેને લઈ સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી આ તરફ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
મૃતદેહ વધુ સમયથી પાણીમાં હોવાના લીધે કોહવાઈ ચૂક્યો હતો. પરંતુ મૃતદેહને બહાર કાઢ્યા બાદ ઓળખ કરતા તરણેતર ગામનો યુવાન ગેલાભાઈ સારદીયા હોવાનું સામે આવ્યું હતું.
છેલ્લા ચારેક દિવસથી આ યુવાન ગુમ હોવાનું પણ સામે આવ્યું હતું જોકે મૃતદેહ સાથે પથ્થર બાંધેલ હોવાથી રહસ્ય વધુ ઘેરાયું હતું. ત્યારે હાલ સ્થાનિક પોલીસે મૃતદેહને ફોરેન્સિક માટે રાજકોટ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

