• દેશી અને વિદેશી દારૂ મળી કુલ 49,740 રૂપિયાનો મુદામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર ખાતે પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન શહેરના નરશીપરા વિસ્તારમાં રહેતા કેતનભાઇ મકવાણાના રહેણાક મકાનમાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમીને આધારે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે.જે.જાડેજા, અસલમખાન મલેક, સંજયભાઈ પાઠક, દશરથભાઈ રબારી તથા પ્રતાપસિંહ રાઠોડ સહિતની ટીમ દ્વારા રહેણાક મકાનમાં દરોડો કરી દેશી દારૂ બનાવવાનો આથો 300 લિટર કિંમત 7500 રૂપિયા તથા વિદેશી દારૂ 192 નંગ કિંમત 42,240 રૂપિયા એમ કુલ મળી 49,740 રૂપિયાનો દેશી અને વિદેશી દારૂ જપ્ત કરી નાશી ગયેલ કેતનભાઇ ઉર્ફે નકો નવીનભાઈ મકવાણા રહે: નરશીપરા વાળા વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
