


ગાંધીનગર SMC ટીમે દારૂ ભરેલા ટ્રક સાથે બે ઇસમોને ઝડપી લીધા: ચાર ફરાર
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. ગાંધીનગર એસ.એમ.સી ટીમ દ્વારા બાતમીના આધારે લીંબડી હાઈવે પર જાખણ ગામ નજીક આવેલા પંજાબી ઢાબાના પાર્કિગમાં પડેલા ટ્રકમાં મટિરિયલના કોથળા નીચે ભરેલા વિદેશી દારૂ પર દરોડો કરી ૨૮૭૪૪ બોટલ વિદેશી દારૂ કિંમત ૫૫,૪૭,૫૯૨/- રૂપિયાની જપ્ત કરવામાં આવી હતી.
આ સાથે ટ્રક ચાલક હરદયાલસિંહ નારાયણસિંહ રાવત મુપેન્દ્રસિંહ નિમ્બસિહ રાવત (રહે. બંને રાજસ્થાન)ને ઝડપી પાડી તેઓની પાસેથી એક ટ્રક કિંમત ૨૫ લાખ રૂપિયા, વિદેશી દારૂને છુપાવવા માટે મટીરિયલના કોથળા ૪૧૦ કિંમત ૪.૧૦ લાખ રૂપિયા, ત્રણ નંગ મોબાઇલ કિંમત ૧૦,૫૦૦ રૂપિયા તથા રોકડ ૧૯૦૦ રૂપિયા એમ કુલ ૮૪,૬૯,૯૯૨ /- રૂપિયાનો મુદામાલ જાત કરી હાજર નહિ મળી આવેલ વિદેશી દારૂ મોકલનાર રાજસ્થાનના કતારસિહ તથા તેનો ભાગીદાર સુરેન્દ્રસિંહ રાવત, વિદેશી દારૂ ભરેલ ટ્રક ડ્રાયવરને સોંપનારા ચંદીગઢનો અજાણ્યો ઇશમ તથા ચોટીલા ખાતે વિદેશી દારૂ મંગાવનાર અજાણ્યા ઈશમ સહિત કુલ છ વિરુધ લીંબડી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
