• ખેતરમાં છૂપાવેલ હથિયાર એસ.ઓ.જી ટીમે શોધી કાઢ્યું
સુરેન્દ્રનગર એસ.ઓ.જી ટીમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન થાનગઢ તાલુકાના ખાખરાળી ગામે રહેતા નવઘણભાઈ લાલજીભાઈ કણસાગરા પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમીને આધારે એસ.ઓ.જી પીઆઈ ભાવેશભાઈ સિંગરખીયા સહિતના ટીમ દ્વારા ખાખરાળી ગામેથી નવઘણભાઈ લાલજીભાઈ કણસાગરાની અટકાયત કરી પૂછપરછ કરતા શખ્સ દ્વારા પોતાના ખેતરમાં હથિયાર છુપાવ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી એસ.ઓ.જી ટીમ દ્વારા શખ્સના ખેતરમાથી એક દેશી હાથ બનાવટની સિંગલ બેરલ મઝરલોડ બંધુક જપ્ત કરી નવઘણભાઈ લાલજીભાઈ કણસાગરા રહે: ખાખરાળી વાળા વિરુધ થાનગઢ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
