Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Chotila
  • Chotila / ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા
  • Chotila

Chotila / ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા

Sunny Vaghela 24-November-2025 1 minute read
Videoshot_20251124_150554

• કાર તથા ચોરીના ઓજારો સહિત 2.63 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત

Chotila News | ચોટીલા ખાતે એટીએમમાં ચોરી કરે તે પૂર્વે પરપ્રાંતીય ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં ચોટીલા ખાતે એસ.બી.આઇ બેન્કમાં એટીએમમાં ચોરી કરવાના ઇરાદે આવેલા પાંચ શખ્સોએ રેકી કરી હતી બાદમાં ચોરીને અંજામ આપે તે પૂર્વે આ પાંચેય શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

જ્યારે આ તમામ શખ્સોને ઝડપી પાડી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગેમ રમવામાં 8 લાખ રૂપિયાનું દેણું થઈ જતા એટીએમ તોડવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય સુત્રધાર ચોટીલાના નવાગામના શખ્સે પરપ્રાંતીય ગેંગને તૈયાર કરી આ ગેંગના સભ્યોને રાજકોટ ખાતે હોટલમાં રહેવા અને જમવાની સગવડ કરી આપી હતી જે બાદ આ ગેંગના સભ્યોએ ચોટીલા ખાતે એસબીઆઈ બેંકના એટીએમની રેકી કરી હતી પરંતુ એટીએમમાં ચોરી કરે તે પૂર્વે ગેંગ પોલીસના હાથે ચડી જતા એટીએમ ચોરીનો પ્લાન ફેઇલ થયો હતો.

જ્યારે આ એટીએમ ચોરીના પ્લાનને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર મેહુલ ઉર્ફે રોહિત રવજીભાઈ મકવાણા રહે: રાજકોટ, અજય ઉર્ફે અંકિત જેરામભાઈ ઉધરેજીયા રહે: નવાગામ (ચોટીલા) સહિત રોકીરાજ ઉર્ફે સુરેશસિંહ કુશવાહ, રવિશંકર રાજુપ્રસાદ ઉર્ફે રાજુભાઈ શાહ, બિરુકુમાર ચંદમારામ ચમાર તમામ રહે: અમિયાવર (બિહાર વાળાને ઝડપી પાડી ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

• પરપ્રાંતીય શખ્સો પાસેથી ઘાતક હથિયાર પણ જપ્ત કર્યા

   ” ચોટીલા એસબીઆઈ બેંકના એટીએમ ચોરી કરવા આવેલા ત્રણ પરપ્રાંતીય સહિત કુલ પાચ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં આ ઝડપાયેલ શખ્સો પાસેથી તમંચો અને જીવતા કારતૂસ મળી આવ્યા છે”

ધાડપાડુ ગેંગ રાજકોટની હોટલમાં રોકાયા હતા
“ચોટીલા એટીએમમાં ચોરી કરવા આવેલા ત્રણ પરપ્રાંતીય શખ્સો રોકવા માટે રાજકોટની હોટલમાં રૂમ રાખ્યો હતો જેમાં આખાય એટીએમ ચોરીના પ્લાનને અંજામ આપવાનું કાવતરું રચ્યું હતું”

ધાડપાડુ ગેંગ પાસેથી શું કબ્જે કરાયું ?
“ચોટીલા એટીએમમાં ચોરી કરવા આવેલા ત્રણ પરપ્રાંતીય શખ્સો સહિત પાંચને સ્થાનિક પોલીસે શંકાના આધારે ઝડપી લેતા આ ગેંગ પાસેથી એક દેશી હાથ બનાવટ તમંચો, બે જીવતા કારતૂસ, છ નંગ મોબાઇલ, રોકડ 3500 રૂપિયા, એક ફોરવ્હીલ કાર તથા ધાડ પાડવાના ઓજાર સહિત 2,63,370 રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો છે”

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Chotila (ચોટીલા)

Post navigation

Previous: Than/થાનગઢના ખાખરાળી ગામના શખ્સને હથિયાર સાથે ઝડપી પાડ્યો
Next: Dhrangadhra/ ધ્રાંગધ્રાના સોલડી નજીક ધમધમતા ઉધોગમાં GPCBના નિયમોનો ઉલાળિયો

આ પણ વાંચો

chotila-liquor-worth-1-77-crores-seized-from-vadwala-darshan-hotel-in-nani-moldi
1 minute read
  • Chotila

Chotila: નાની મોલડીમાં ‘વડવાળા દર્શન’ હોટલમાંથી 1.77 કરોડનો દારૂ જપ્ત

thepeoplesexpress.admin 03-December-2025 0
sacharachar_20251121_160350_0000
1 minute read
  • Chotila

Chotila/ ચોટીલાના મેવાસા ગામે ભાજપ આગેવાનના રહેણાક મકાન પર ફાયરિંગ

Sunny Vaghela 21-November-2025 0
IMG-20251109-WA0029
1 minute read
  • Chotila

Chotila/ચોટીલાના મોટી મોલડીમાં સરકારી જમીનમાં ગેરકાયદે ખનન: ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Sunny Vaghela 09-November-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.