Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Sayla
  • Sayla/સાયલાના ખીટલા ગામની સીમમાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ
  • Sayla

Sayla/સાયલાના ખીટલા ગામની સીમમાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ

Sunny Vaghela 25-November-2025 1 minute read
IMG-20251125-WA0009

• SOG ટીમે 2.79 કરોડના લીલા ગાંજાનો જથ્થો ઝડપી લીધો

એસઓજી પોલીસે સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં કપાસની આડમાં ગાંજાનું મસમોટું વાવેતર ઝડપી પાડયું છે. ખીટલા ગામની સીમમાંથી કપાસની આડમાં વાવેલા લીલા ગાંજાના રૂ.૨.૭૯ કરોડની કિંમતના ૧૮૦ છોડ (વજન ૫૫૯ કિલો)ના મુદ્દામાલ સાથે વાડી માલિકને ઝડપી લઈ ધજાળા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

ધજાળા પોલીસ સ્ટેશનની હદમા આવતા સાયલા તાલુકાના ખીટલા ગામના રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ ભૂપતભાઈ ખવડએ ખીટલા ગામની પામર નામની સીમમાં આવેલી પોતાની વાડીમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે દરોડો કર્યોે હતો.

પોલીસે સ્થળ પર તપાસ કરતા કપાસની આડમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે વાડીમાં કપાસની આડમાં વાવેલા લીલા ગાંજાના ૧૮૦ છોડ (કુલ વજન ૫૫૯ કિલો અને ૭૦૦ ગ્રામ) કબજે કર્યા હતા જેની કુલ કિંમત રૃપિયા ૨,૭૯,૮૫,૦૦૦ જેટલી થાય છે. આટલી મોટી માત્રામાં ગાંજો ઝડપાયા બાદ પોલીસ દ્વારા ખેતરમાંથી તમામ ગાંજો ઉખાડવા માટે ૧૨ જીઆરડી જવાનની મદદ લેવામાં આવી હતી અને અંદાજે ૧૯ કલાકની જહેમત બાદ કબજે કરવામાં આવેલ તમામ ગાંજો એક ટ્રેકટરમાં ભરવામાં આવ્યો હતો.

કેટલાક છોડ પર મધમાખીઓના મધપૂડા બેસી ગયા હતા. પોલીસે ધુમાડો કરીને મધમાખીઓને ઉડાડી પછી જ છોડ કબજે કર્યા. ગાંજાના છોડની લંબાઈ એટલી વધી ગઈ હતી કે આ લીલા છોડ ભરવા માટે કોથળા પણ ટૂંકા પડયા એટલે ૧૫-૨૦ ફૂટના પ્લાસ્ટિકના કંતાનમાં સીલિંગ કરીને એક આખું ટ્રેક્ટર ભરીને માલ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપી રાજુ ખવડની ધરપકડ કરી ધજાળા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રકારનું મોટું વાવેતર અગાઉ ભાગ્યે જ જોવા મળ્યું છે. આરોપી રાજુ ખવડ પોતાના માટે તેમજ અન્ય ગાંજાના બંધાણી લોકોને વેચવા માટે વાવેતર કરતો હોવાની પણ વિગતો બહાર આવી હતી. મળતી માહિતી અનુસાર એસઓજી ટીમે પહેલા સ્થળની રેકી કરી હતી. રેકી દરમિયાન ખેતરમાં ગાંજાના વાવેતરની પુષ્ટી થયા બાદ પહેલા આરોપીને પકડી લીધો હતો. જેથી દરોડા દરમિયાન આરોપી નાસી ન જાય અને ત્યાર પછી દરોડો પાડવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં, ખાસ કરીને સાયલા તાલુકાના અંતરિયાળ ગામોમાં, અવારનવાર ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાતું રહે છે.
૧. નડાળા ગામમાં ૫મી ઓક્ટોબર -૨૦૨૫માં કપાસના વાવેતરની આડમાં ૧૮.૧૫ લાખની કિંમતના ૬૯ ગાંજાના છોડ (૧૮૧ કિલો) સાથે ધજાળા પોલીસે વિપુલ ધીરૃભાઇ શેખને ઝડપાયો હતો.
૨. ધજાળા ગામમાં એસઓજી પોલીસે ૨૦મી ડિસેમ્બર,૨૦૨૪ના રોજ દરોડો પાડી એરંડાની આડમાં રૃ.૪૧,૫૦૦ની કિંમતના ૧૩ ગાંજાના છોડ (ચાર કિલો) સાથે સુમિત મેણીયાને ઝડપી પાડયો હતો.
૩. ગંગાજળ ગામમાં એસઓજી પોલીસે ૧૮મી ડિસેમ્બર,૨૦૨૪ના રોજ ગભરુ દાદભાઇ ખાચરના મકાનના ફળિયામાં રૃ.૧,૭૪,૫૦૦ની કિંમતના ૧૦ ગાંજાના છોડ (૧૭ કિલો ૪૫૦ ગ્રામ) ઝડપી પાડયા હતા.
૪. ધજાળા પોલીસ મથક વિસ્તારમાં આવતા નવા ગામ (બાવળીયા)ની સીમમાં એસઓજી પોલીસે ડ્રોનની મદદથી કપાસના વાવેતરની આડમાં રૃ.૧,૧૦, ૮૦૦ (૧૧ કિલો ૮૦ ગ્રામ)ની કિંમતના ગાંજાના છોડ સાથે માલાભાઇ ડાભીને ઝડપી પાડયા હતા.
૫. સાયલાના ઢીકવાળી ગામમાં ૨૮મી જુલાઇ ૨૦૨૩ના રોજ એસઓજી પોલીસે દરોડો પાડી ગાંજાનું વેચાણ કરતા લાખાભાઇ સવસીભાઇ ભરાડીયાને રૃ. ૨૫ હજારના (૨ કિલો ૫૦૦) ગાંજા સાથે ઝડપી પાડયા હતા.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Marijuana (ગાંજો) Sayla (સાયલા )

Post navigation

Previous: Dhrangadhra/ ધ્રાંગધ્રામાં GUDC દ્વારા ટેન્ડર નિયમનું ઉલ્લંઘન કરી કામ થતું હોવાની રાવ
Next: DHRANGDHRA/ધ્રાંગધ્રામાં SIRની શ્રેષ્ઠ કામગીરી કરનાર BLOને સન્માનિત કરાયા

આ પણ વાંચો

IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20251110-WA0025
1 minute read
  • Sayla

Sayla/સાયલાના નાના હરણીયા ગામની સીમમાં દેશી દારૂની ફેક્ટરી ઝડપાઇ

Sunny Vaghela 10-November-2025 0
Image - 01_20251005_210910_0000
  • Sayla

SAYLA/સાયલાના નડાળા ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું.

Sunny Vaghela 05-October-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.