• પોલીસ મથકના વહીવટદારોની બદલી થતા પોલીસ બેડામાં સપાટો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુની નિયુક્તિ થતા જ અસામાજિક તત્વો કેટલાક અંશે ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોય તેમ નજરે પડે છે ત્યારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ જે પ્રકારે અસામાજિક તત્વો પર કાયદાનો સકંજો કાઢવાની તૈયારી શરૂ કરી છે તે પ્રકારે આ અસામાજિક તત્વોને ગેરકાયદેસર પ્રવૃતિ કરવા માટે છાવરનારા કહેવાતા વહીવટદારોની પણ બદલીનો ઘાવો કાઢ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા શનિવારે મોડી સાંજે અચાનક જિલ્લાના આઠ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં ધ્રાંગધ્રા સિટી તથા તાલુકા, વઢવાણ, લીંબડી, પાણશીણા, ઝીંઝુવાડા, નાની મોલડી સહિતના પોલીસ મથકના કહેવાતા વહીવટદારોની હેડક્વાટર ખાતે બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં સન્નાટો છવાયો હતો.

