બંને ઝડપાયેલ શખ્સોના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં રહેતા અને પાઉંભાજીની રેકડી ચલાવતા મદનલાલ જાટ અને તેઓના પત્ની પર ગત તા: 3 માર્ચના રોજ પચાસ હજારની રૂપિયાની ખંડણીની માંગ કરી ચાર શખ્સો દ્વારા ધારિયા વડે હુમલો કરી પત્નીનું સોનાનું મંગળસૂત્ર તથા રેકડી રહેલ રોકડ સહિત કુલ એક લાખના મત્તાની લુંટ આચરી હતી જ્યારે આ મામલે ચાર શખ્સો વિરુધ ગુનો પણ નોંધાયો હતો આ તરફ દંપતી પર હુમલો અને લૂંટના ગુનામાં સંડોવાયેલ ચારેય શખ્સોને ઝડપી લેવા ધ્રાંગધ્રા સીટી પોલીસની ટીમને સફળતા મળી હતી જેમાં સંજય ચૌહાણ અને અંકિત રાવળને ઝડપી લઇ બંને શખ્સોને સ્થળ પર લઈ જઈ ઘટનાનું પુનઃરાવર્તન કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. સાથે જ બંન્ને શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
