૧૬ માર્ચથી પ્રાંત અધિકારી વહીવટદારની શાસન સંભાળશે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની જાહેરાતો હવે કોઈપણ સમયે થાય તેવી શક્યતા નજરે પડે છે તેવામાં ધ્રાંગધ્રા નગરપાલિકામાં પણ ૧૫ માર્ચથી સુધરાઈ સભ્યોની ટર્મ પૂર્ણ થવાના લીધે તા ૧૬ માર્ચ, સોમવારથી પ્રાંત અધિકારીનું વહીવટદાર શાસન આવશે. ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા નગરપાલિકાના ૯ વોર્ડ માટે કુલ ૩૬ સભ્યોમાંથી સ્પષ્ટ બહુમતી સાથે ભાજપના ૩૫ સભ્યો હતા. જ્યારે કોંગ્રેસને સંખ્યા માટે માત્ર એક જ સભ્ય હતા. તેવામાં ધ્રાંગધ્રામાં વિકાસના મુદ્દે પાંચ વર્ષ સુધી શાસન ભોગવી હવે શાસન પૂર્ણ થતા પ્રાંત અધિકારી વહીવટદાર શાસન તરીકે કાર્યભાળ સંભાળશે જ્યારે આ વહીવટદાર શાસનના કાર્યકાળ દરમિયાન સામાન્ય નિર્ણયો લેવામાં આવશે ત્યારે રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ એપ્રિલ અથવા મે મહિનામાં ચૂંટણી આવતા હવે ધ્રાંગધ્રા નગરપાલિકા દોઢેક મહિના સુધી વહીવટદાર શાસન થકી ચાલે તેવી શક્યતા નજરે પડે છે.
