સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરીને લઈને મહત્વની બેઠક યોજાઈ હતી. વઢવાણના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ તાલુકાના બૂથ લેવલ ઓફિસર્સ (BLO) સાથે ખાસ બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન, તેમણે SIRની કામગીરીનો વિગતવાર રિપોર્ટ મેળવ્યો હતો અને અત્યાર સુધી થયેલી કામગીરીની વિગતો BLO પાસેથી જાણી હતી. જિલ્લામાં 14 લાખથી વધુ મતદાતાઓમાંથી લગભગ 99% જેટલી SIRની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
જોકે, હજુ પણ અંદાજિત 28,000 જેટલા મતદાતાઓ દ્વારા SIR અંતર્ગત જરૂરી ફોર્મ સબમિટ કરવામાં આવ્યા નથી. આથી, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ BLOને ખાસ તાકીદ કરી હતી કે બાકી રહી ગયેલા મતદાતાઓની કામગીરી ઝડપી પૂર્ણ થાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
આ સાથે, તેમણે તમામ મતદાતાઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના ફોર્મ ભરીને SIRની કામગીરીમાં BLOને સહયોગ આપે. અંતમાં, તેમણે SIRની કામગીરીમાં જોડાયેલા તમામ BLOની કામગીરીને બિરદાવી હતી.