યુવકના મિત્ર સાથે મનદુઃખ ચાલતું હોવાની બાબતે માર મારી માફી માંગવી
સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા સાગરભાઈ આલાભાઈ સોલંકીના મિત્ર સાથે દુશ્મની ચાલતી હોવાનું મનદુઃખ રાખી હરસુરભાઇ ગેલાભાઈ દ્વારા સાગરભાઈને પોતાના ગામ આવીને ઘોડી જોઈ જવા માટે ફોન કર્યો હતો જેથી સાગરભાઈ પોતાના કાકા સાથે ગરાભડી ગણે જતા હરસુરભાઈ તથા બે અજાણ્યા શખ્સો દ્વારા કાકા – ભત્રીજાને પટ્ટા વડે માર મારી છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ તરફ માર મારતા ઇજાગ્રસ્ત કાકા ભત્રીજાએ હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ ત્રણેય શખ્સો વિરુધ સાયલા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે
