ટ્રકમાંથી વિદેશી દારૂની બે બોટલ તથા બિયર ૫૨૮ નંગ જપ્ત
પાણશીણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન પાણશીણા ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાં વિદેશી દારૂ ભરીને નીકળવાનો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી જે દરમિયાન ટ્રક જીજે ૧૩ એ એક્સ ૭૮૬૭ નંબર વાળી નીકળતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી બે નંગ વિદેશી દારૂની બોટલ તથા બિયર ૫૨૮ નંગ કિંમત ૧,૨૧,૯૬૦ રૂપિયા સાથે ચાલક સુલતાનભાઈ ઉંમરભાઈ કલાડીયા (રહે: ચોટીલા) વાળાને ઝડપી લઇ ટ્રક કિંમત ૧૨ લાખ રૂપિયા તથા એક મોબાઇલ કિંમત ૫૦૦૦ રૂપિયા એમ કુલ ૧૩,૨૬,૯૬૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વિદેશી દારૂ આપનાર તથા મંગાવનાર સહિત કુલ ત્રણ વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
