• સગીરાએ બાળકને જન્મ આપતા આખાય મામલાનો પર્દાફાસ થયો •
પાટડી પંથકમાં વારંવાર સગીરાઓ પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે ફરી એક વખત ઘરકામ માટે જતી સગીરા પર ૬૦ વર્ષીય નરાધમ શખ્સે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પાટડી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા સંબંધીને ત્યાં ઘરકામ કરવા માટે જતી હોય જેથી ૬૦ વર્ષીય શાર્દુળભાઈ ભગાભાઈ ભરવાડ સગીરાના એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરતો હતો વારંવાર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભયભીત સગીરાએ આ અંગે પોતાના પરિવારને પણ જાણ કરી ન હતી.
પરંતુ સગીરા ગર્ભવતી થતા તેના પેટમાં દુખાવો તથા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડતા અંતે સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો અને આ આખાય મામલા પર પડદો ઉચકાયો હતો જ્યારે ૧૪ વર્ષીય સગીરાને પૂછપરછ કરવામાં આવી ત્યારે પોતાની સાથે થયેલ દુષ્કર્મ અંગે જણાવતા સ્થાનિક પોલીસે દુષ્કર્મ આચરનાર ૬૦ વર્ષીય નરાધમ શાર્દુળભાઈ ભગાભાઈ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
