filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 40;
સ્થાનિક તંત્રને તાત્કાલિક કામગીરી કરવા વાલીઓની માંગ
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલ નજીક ખુલ્લા પડેલા વીજ ટ્રાન્સફોર્મરને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સ્કૂલ નજીક રસ્તા પર ઉભેલા વીજ પોલ પર મૂકાયેલું ટ્રાન્સફોર્મર લાંબા સમયથી સુરક્ષા ગ્રીલ વગર ખુલ્લું પડ્યું હોવાનું જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્કૂલમાં આવતા-જતા નાના વિદ્યાર્થીઓ માટે ગંભીર અકસ્માતનો ભય ઉભો થયો છે. હાલમાં માર્ચ એન્ડિંગનો સમય હોવાને કારણે PGVCL વિભાગનો સ્ટાફ વીજ બિલની ઉઘરાણીમાં વ્યસ્ત હોવાનું કહેવામાં આવે છે, પરંતુ સ્થાનિક સ્તરે સુવિધા અને સલામતીના પ્રશ્નો તરફ યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી તેવી વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સ્કૂલ સંચાલકો દ્વારા આ અંગે અનેક વખત PGVCL તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી ટ્રાન્સફોર્મર આસપાસની ભાંગી પડેલી સેફ્ટી ગ્રીલનું સમારકામ કરવામાં આવ્યું નથી. જેના કારણે દરરોજ સ્કૂલ આવતા વિદ્યાર્થીઓ માટે જોખમ યથાવત છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે વિદ્યાર્થીઓના વાલીઓએ PGVCL વિભાગને તાત્કાલિક પગલાં લઈને ખુલ્લા પડેલા વીજ ટ્રાન્સફોર્મર આસપાસ સુરક્ષા ગ્રીલનું સમારકામ કરી યોગ્ય સલામતી વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી છે,
