આગાઉ થયેલ ઝઘડાનું મનદુઃખ રાખી યુવકને માર માર્યો
પાટડી તાલુકાના પીપળી ગામે રહેતા વિજયભાઈ હીરાભાઈ ભરવાડ સાથે આગાઉ થયેલ ઝઘડાનું મનદુઃખ રાખી વિજયભાઈની ભેંસો વાડીએ ભેલાણ કર્યું હોવાની શંકા રાખી વસીમખાન આલેપખાન, મલેક રઝબખાન એલપખાન મલેક, આમીનખાન હાજીખાન મલેક તથા રેહાનખાન આલમખાન મલેક દ્વારા કુહાડી જેવા હથિયારો સાથે વિજયભાઈ પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા આ તરફ હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડી બાદમાં ચારેય હુમલાખોર વિરુધ બજાણા પોલીસ મથકે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.
