સ્થાનિકોને અધિકારીને રજૂઆત કરવા માટે પણ કલાકોની રાહ જોવી પડી
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં PGVCL વિભાગના વીજ ધાંધિયાના લીધે શહેરી વિભાગના રહીશોમાં ભારે રોષ નજરે પડે છે હાલમાં જ શહેરી વિસ્તારમાં PGVCL વિભાગની બેદરકારીના લીધે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હતું તેવામાં ધ્રાંગધ્રા શહેરના વિનાયક વિહાર સોસાયટીમાં વીજ ધાંધિયાના લીધે સ્થાનિકો દ્વારા PGVCL કચેરીનો ઘેરાવ કર્યો હતો.
ધ્રાંગધ્રા શહેરના વિનાયક વિહાર સોસાયટીમાં આવેલા 60થી વધુ પરિવારોને ઉનાળાની કાળઝર ગરમીમાં વારંવાર વીજ પૂરવઠો ખોરવાઈ જવાના લીધે ભારે મુશ્કેલી પડતી હોવાથી આ અંગે PGVCL કચેરીના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ નક્કર કામગીરી નહીં થતા અંતે સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં PGVCL કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ સ્થાનિકોને અહીં પણ કલાકો સુધી અધિકારીની રાહ જોવી પડી હતી. ધ્રાંગધ્રા PGVCL કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે.આર.રત્નુ રજા પર હોવાથી તેઓનો ચાર્જ એસ.પી.પટેલ પાસે હોવા છતાં તેઓ કચેરીમાં હાજર નહિ હોવાથી કલાકો સુધી રજૂઆત કરવા રાહ જોવામાં આવતા સ્થાનિકો રોષે ભરાતા PGVCL કચેરીની લાલિયાવાડી ખુલ્લી પાડતા સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કરી આગામી સમયમાં વીજ પુરવઠો સુધરવા માટે માંગ કરી હતી
