• લાયસન્સ વગરના ગોડાઉનમાં ૪૦ લાખ રૂપિયાના ગેરકાયદે ફટાકડાનો જથ્થો જપ્ત
સુરેન્દ્રનગર: દિવાળીનો તહેવાર નજીક આવે તે પૂર્વે જ કેટલાક વેપારીઓ દ્વારા ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરવાનું શરૂ કરી શિશુ છે.
તેવામાં સુરેન્દ્રનગરના જીનતાન ઉધોગ નગર ખાતે એક ગોડાઉનમાં ગેરકાયદેસર ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહ કર્યો હોવાનું સામે આવતા વઢવાણના પ્રાંત અધિકારી અને તેઓની ટીમ દ્વારા આ ફટાકડા સંગ્રહના ગોડાઉન પર દરોડો કર્યો હતો.

જે દરોડા દરમિયાન ગોડાઉનમાંથી ગેરકાયદેસર ફટાકડાના ૮૮૬ બોક્સ કિંમત ૪૦ લાખ રૂપિયાનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો સીઝ કરતા અન્ય ગેરકાયદેસર ફટાકડા સંગ્રહ કરતા ઈસમો દ્વારા પોતપોતાના ફટાકડાને સગેવગે કરવામાં લાગી ગયા હતા.
