સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે દુધરેજ વહેરી ચોક ખાતે એક શખ્સ પોતાના પાનની દુકાનમાં ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોય જે બાતમીને આધારે સ્થાનિક પોલીસ દ્વારા દરોડો કરી પિન્ટુભાઈ બિજલભાઈ ખોખલાણીને ઝડપી લઇ તેની પાસેથી રોકડ ૩૨૦ રૂપિયા તથા એક મોબાઇલ કિંમત ૪ હજાર રૂપિયા એમ કુલ મળી ૪૩૨૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી અન્ય એક ઇશમ ખેંગારભાઈ પ્રતાપભાઇ ખાવડિયા પણ સાથે સટ્ટો રમતો હોવાનું જણાવતા બંને વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
