• વાહનમાં ગેરકાયદેસર ખનિજ વહન કરતા ચાર ડમ્ફર સહિત કરોડોનો મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા ખનિજ વહન કરતા ઈસમો પર તવાઈ બોલાવી છે જેમાં હાલમાં જ જિલ્લાના જુદા જુદા હાઇવે અને ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પરથી એક બાદ એક દરોડા કરી બ્લેક ટ્રેપ, સાદી રેતી, પથ્થર, સફેદ માટી સહિતનું ખનિજ વહન સાથે ઝડપી લીધું હતું.

ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગના ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર સહીતની ટીમ દ્વારા વઢવાણ, વાઘેલા, ખારવા રોડ પરથી બ્લેક ટ્રેપ ખનિજ ભરી ગેરકાયદેસર વાહન કરતા કુલ ચાર ડમ્ફર જપ્ત કરી લીધા હતા આ ગેરકાયદેસર ખનિજ ભરેલા ડમ્ફર સહિત કુલ એક કરોડનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે આ તરફ ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ખનિજ માફીયાઓ પર તવાઈ યથાવત જોવા મળતા ખનિજ માફિયોમાં પણ ફફડાટ ફેલાયો છે.
