filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: video;hw-remosaic: false;touch: (0.33285746, 0.691384);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 46;
ત્રણ દિવસનીય હડતાલમાં ૪૦૦થી વધુ મહિલા કર્મચારીઓ કામથી અળગા
રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ આવતા આંગણવાડીના મહિલા કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી પોતાની પડતર માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી તમામ માંગણીઓને પૂર્ણ કરવા માંગ કરી રહ્યા છે તેવામાં ફરી એક વખત ચૂંટણી પૂર્વે જ આંગણવાડીઓના મહિલા કર્મચારીઓ દ્વારા સરકાર સામે રણશિંગુ ફૂંક્યું છે. ત્યારે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીઓમાં ફરજ બજાવતા આશરે ૪૦૦થી વધુ મહિલા કર્મચારીઓ ત્રણ દિવસીય હડતાળ શરૂ કરી છે જેમાં તમામ મહિલા કર્મચારીઓ આગની ત્રણ દિવસ સુધી પિતાના કામથી અળગા રહીને ધ્રાંગધ્રા આંગણવાડી મુખ્ય કચેરી ખાતે આંદોલન શરૂ કર્યું છે. મહિલા કર્મચારીઓ દ્વારા પગાર વધારા, સ્માર્ટ મોબાઇલ ફોન, કાયમી કરવા સહિત ૦૭ માંગણીઓ સાથે હડતાળની શરૂઆત કરી છે સાથે જ મહિલા કર્મચારીઓ દ્વારા જણાવ્યું છે કે સરકાર દરેક ક્ષેત્રે આંગણવાડીઓના મહિલા કર્મચારીઓનો ઉપયોગ કરે છે પરંતુ વેતન અન્ય કર્મચારીઓ કરતા ખૂબ ઓછું હોવાથી તેઓની ૦૭ મુદ્દાઓમાં મુખ્ય માંગ પગાર વધારા માટેની છે સાથે જ આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા મહિલા કર્મચારીઓના મુદ્દા સ્વીકારવામાં નહીં આવે તો અનિશ્ચિત મુદ્દતની હડતાલ અને ગાંધીનગર તરફ આગળ વધવાની તૈયારી પણ દર્શાવી હતી
