હૃદયરોગનો હુમલાથી મોત નીપજ્યું હોવાની આશંકા
ધ્રાંગધ્રા નજીક એસ ટી બસમાં અચાનક મહિલા પેસેન્જરનું મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે જેમાં ધંધુકા – ભુજ રૂટની જીજે ૧૮ ઝેડ ટી ૦૨૮૧ નંબરની એસ ટી બસમાં પેસેન્જર તરીકે ધંધુકાથી બેઠેલા કૈલાશબેન સીતારામભાઈ આચાર્ય, ઉમર: ૬૦ વર્ષ વાળાનું ધ્રાંગધ્રા નજીક અચાનક તબિયત લથડી હતી જેથી બસના કંડકટર દ્વારા તાત્કાલિક ધ્રાંગધ્રા એસ ટી વિભાગને જાણ કરતા બસ ડેપોમાં પહોંચી તે પૂર્વે ૧૦૮ની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી આ તરફ મહિલાને ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડતા હાજર તબીબો દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તબીબ દ્વારા મહિલાનું મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું જેને લઈ તાત્કાલિક મહિલાના પરિવારજનોને જાણ કરી પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી.
