તુલશીશ્યામથી સુદામડા સુધીની યાત્રામાં ખેડૂત નેતાનું બિનરાજકીય શક્તિ પ્રદર્શન
ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુભાઈ કરપડા હવે બિનરાજકીય રીતે આગળ વધી રહ્યા છે બોટાદના કાળદા કાંડમાં ત્રણેક મહિના જેટલો સમય જેલમાં વિતાવ્યા બાદ ખેડૂત નેતા રાજુભાઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધા બાદ હવે સરકાર સામે બિન રાજકીય લડાઈ શરૂ કરી છે જેમાં ફરી એક વખત ખેડૂતોને સાથે રાખી રાજુભાઈ કરપડા ખેડૂત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે. તુલસીશ્યામથી સાયલાના સુદામડા સુધીની આ ૨૦૦ કિલોમીટરની સંકલ્પ યાત્રા આગામી ૧૯ માર્ચના રોજ શરૂ થવાની છે આ યાત્રા દરમિયાન ધારી, કેશોદ, માળિયા હાટીના, વિસાવદર, સાવરકુંડલા, ગોંડલ, જસદણ, મોરબી અને જામનગર સહિતના મથકો પર ખેડૂત સભા પણ યોજવાની છે. જ્યારે ખેડૂત સંકલ્પ યાત્રા દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી હજજારો ખેડૂતો આ યાત્રામાં જોડાય તેવું શક્યતા પણ નજરે પડે છે. બિનરાજકીય અને એક પ્રકારે ખેડૂતોના પ્રશ્ને ચાલતા રાજુભાઈ કરપડાનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.
